સાવરકુંડલામાં કોંગી MLA સાથે સુવિધા કેન્દ્રમાં ખેડૂતોની જનતા રેડ

2019-05-11 346

અમરેલી:બાબરામાં કોંગ્રેસના આગેવાનો અને સાવરકુંડલામાં કોંગી MLA પ્રતાપ દુધાતે ખેડૂતો સાથે સુવિધા કેન્દ્રમાં જનતા રેડ કરી હતી જે દરમિયાન બાબરામાં ખાતરની થેલીઓમાંથી સરેરાશ 100થી 500 ગ્રામ ખાતર ઓછુ હોવાનું સામે આવ્યું હતું કોંગ્રેસના આગેવાનોની જનતા રેડ જોઈને સંચાલકોએ ડેપો બંધ કરી દીધો હતો જેથી ખેડૂતોએ પુરતુ ખાતર આપવાની માંગ કરી છે બીજી તરફ સાવરકુંડલામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુવિધા કેન્દ્રમાં રેડ પાડી હતી જે દરમિયાન સુવિધા કેન્દ્ર બંધ જોવા મળતાં રોષે ભરાયા હતા અને સંચાલકોને બોલાવીને ઉઘડા લીધા હતા મહત્વનું છે કે અહીંયા વજનકાંટા વગર જ ખેડૂતોને ખાતર આપવામાં આવતું હતું સરદાર ખાતરની 50 કિલો ગુણીમાં 1 કિલો 400 ગ્રામ ખાતર ઓછું હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો

Videos similaires