યૂપીના લખીમપુર ખીરીમાં રોહિતે રોહિણી બનીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યાં હતાં આ અનોખા લગ્નને જોવા માટે પણ અનેકલોકો હાજર રહ્યા હતા છેલ્લા ચાર વર્ષથી ભગવાન શ્રીકૃષ્ણ માટે કડવા ચોથનું વ્રત રાખનાર રોહિતે જણાવ્યું હતું કે તેણે બાળપણમાં જ કૃષ્ણનેપોતાના પતિ માની લીધા હતા અને તે પોતે તેની જાતને રાધા જ માનવા લાગ્યો હતો માત્ર પાંચમું ધોરણ પાસ એવો રોહિત લોકોના ઘરે ઘરે જઈનેકૃષ્ણકથા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આ કાન્હાઘેલા રોહિતના લગ્ન ઘરના સભ્યોએ અક્ષય તૃતિયાના દિવસે નક્કી કરીને તેને રોહિણીબનાવી હતી આ લગ્નમાં બધી જ વિધિઓ ઘરના જ સભ્યોએ ધામધૂમપૂર્વક નિભાવી હતી જેમાં દાદા-દાદીએ તેનું કન્યાદાન કર્યું હતું તો સાથે જતેનાં ભાભીએ તેના માથામાં સિંદૂર પૂર્યું હતુંશ્રી કૃષ્ણની મૂર્તિ સાથે સાત ફેરા લીધા બાદ હવે રોહિણી વૃંદાવનમાં જઈને રહેશે