ભાવનગર: વરતેજ રેલવે સ્ટેશન સામે આવેલી વાડીમાં ભાગીયું રાખી ખેતી કામ કરતા અને ત્યાં જ રહેતા મહેશભાઇ સામતભાઇ રાઠોડ(ઉવ25) અને તેમના પત્ની કાજલબેન મહેશભાઇ રાઠોડ (ઉવ24), તેમની દીકરી ક્રીષ્ના (ઉવ2) તથા બીજી એક બાળા નીશા અશોકભાઇ રાઠોડ (ઉવ6) મોટર સાયકલ નંબર જીજે04ડીએચ5915 પર બેસી દવા લેવા માટે સિદસર રોડ પરથી જઇ રહ્યા હતા તે વખતે પાછળથી માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર પરિવાર ફંગોળાઇ ગયો હતો અને ગંભીર ઇજા થતા પતિ મહેશભાઇની નજર સામે તેમના પત્ની કાજલબેન અને માસુમ પુત્રી ક્રીષ્નાના મોત નીપજ્યા હતા જ્યારે આ ઘટનામાં ગંભીર ઇજા પામેલ મહેશભાઇ તથા નાની બાળા નીશાને 108 ઇમરજન્સી મારફત સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પીટલમા ખસેડાયા હતા