રાજકોટ: રાજકોટ શહેરને સતત ચોથી વખત નર્મદાનું પાણી સૌની યોજના અંતર્ગત આપવામાં આવી રહ્યું છે બુધવારે મોડી રાતે પમ્પ ચાલુ કરાતા આજે શુક્રવારે સવારે પાણી ત્રંબા પહોંચ્યું હતું બપોર પછી ગમે ત્યારે પાણી આજી ડેમમાં આવી પહોંચશે નર્મદાનું પાણી શરૂ થતા ફરી એકવખત ભરઉનાળે રાજકોટની નાની નદીઓ પુનર્જીવિત થશે અને તેના મારફત ન્યારી અને વેરી તળાવમાં પાણી પહોંચશે રાજકોટ માટે અગત્યના જળસ્ત્રોત એવા ભાદર ડેમમાં સપાટી ઓછી થતા 15મી સુધી જ પાણી મળી શકે તેમ હતું જો કે હવે નર્મદા નીર આવી જતા તા13થી જ ભાદરમાંથી પાણી ઉપાડવાનું બંધ કરાશે આજી ડેમ માટે 400 અને ન્યારી ડેમ માટે 100 એમસીએફટી પાણી માગવામાં આવ્યું છે આ જળ ઉમેરાતા 31 જુલાઈ સુધીનો જથ્થો એટલે કે ચોમાસું 15 જૂનને બદલે દોઢ મહિનો ખેંચાય અથવા તો વરસાદ ઓછો પડે તો પણ પાણીની તંગી નહીં રહે તેટલો જથ્થો આવી જશે