તમે વ્હેલને હિંસક રૂપમાં જોઈ હશે પરંતુ આ સફેદ વ્હેલને જોઈને વ્હેલ પ્રત્યેનો તમારો અભિગમ ચેન્જ થઈ જશે હાલ આ સફેદ વ્હેલ ચર્ચાનું કારણ બની છે નોર્વેમાં હેમરફેસ્ટ હાર્બર પર બૉટિંગ કરતા કરતા એક મહિલાનો મોબાઇલ ફોન પાણીમાં પડી ગયો પરંતુ થોડી વાર બાદ સફેદ વ્હેલ મોબાઇલ મોંમાં લઈને બહાર આવી અને મહિલાને તેણે પ્રેમથી મોબાઇલ આપ્યો આ વીડિયો જોઇને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાંક લોકો આશ્ચર્ય પામ્યા તો કોઈએ વ્હેલની સમજદારીના વખાણ કર્યા તો મહિલા પણ તેનો મોબાઇલ જોઇને ખુશ થઈ અને તેણે સફેદ વ્હેલને વ્હાલ પણ કર્યું