બાવળામાં પ્રેમિકાને જાહેરમાં છરીના ઘા ઝીંકી પ્રેમીએ હત્યા કરી, 26મેના રોજ યુવતીના લગ્ન થવાના હતા

2019-05-09 30,445

અમદાવાદ: બાવળામાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને જાહેરમાં છરીના ઘા મારી હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે 8મેના રોજ સાંજે બાવળા સ્ટેન્ડ બહાર મિત્તલ જાદવ તેની બહેન સાથે જઈ રહી હતી ત્યારે કેતન વાઘેલા સહિત ત્રણ શખ્સ બાઈક પર આવીને મૃતક મિત્તલને બળજબરીથી બાઈક પર લઈ જવા માટે પ્રયાસ કર્યો હતો મિત્તલે જવાનો ઈન્કાર કરતા કેતને છરીના આડેધડ ચાર ઘા મારી દીધા હતા ભરબજારમાં હત્યાનો મંજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો પોલીસે બે આરોપીની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેતન વાઘેલા મૃતક મિત્તલના એક તરફી પ્રેમમાં હતો અને મિત્તલના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તેની હત્યા કરી છે

Videos similaires