જૂનાગઢ:જેતપુર-સોમનાથ બાયપાસમાં કપાત થયેલી જમીનનાં વળતર મુદ્દે ખેડૂતો લાલઘૂમ થયા હતા ગલીયાવાડ ખાતે ખેડૂતોએ કામ અટકાવી દીધું હતું જ્યારે વંથલીમાં રામધૂન બોલાવી વિરોધ વ્યકત કર્યો હતો આ અંગે ખેડૂત સમાજ (ગુજરાત)જૂનાગઢ જિલ્લા એકમના પ્રમુખ મહંમદ સીડાએ જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા અને ખેડૂતોને ચાર ગણું વળતર આપવાની ખાત્રી આપી હતી જોકે બાદમાં હજુ સુધી નાણાં આપ્યા નથી અને ગલીયાવાડ ખાતે જેસીબી લઇને રોડનું કામ કરવા આવતા ખેડૂતોએ કામ અટકાવી દીધું હતું