વડોદરાઃ ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નવારામપુરા ગામમાં પીવાલાયક પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે પીવાના પાણી માટે ગામની મહિલાઓ અને પુરુષોને 3 કિમી ચાલીને જવુ પડે છે વડોદરા શહેરના પાણી પુરૂ પાડતા આજવા સરોવર ગામે નવારામપુરા ગામના લોકોએ વર્ષો પહેલાં જમીનો આપી હતી ગામના 700 પરિવારો પોતાનું ઘર છોડીને ત્રણ કિમી દૂર નવારામપુરા ગામમાં વસવાટ કરવા માટે ગયા હતા પરંતુ નવારામપુરા ગામને આજવા સરોવરનું પાણી મળ્યું નથી આજવા સરોવરના કિનારે આવેલા નવારામપુરા ગામ પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યું છે