સુરતમાં મોપેડ ચાલક વૃદ્ધનો રસ્તામાં લટકતા વાયરમાં પગ ફસાયા બાદ બસ નીચે આવી જતા મોત

2019-05-09 1,441

સુરતઃ અડાજણના આનંદ મહેલ રોડ પર રસ્તામાં લટકતા વાયરના કારણે વૃદ્ધે જીવ ગુમાવ્યો છે મોપેડ સવાર વૃદ્ધનો વાયરમાં પગ ફસાતા નીચે પટકાયા હતા અને બસની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે અડાજણના આનંદ મહેલ રોડ પર પ્રાઈમ આર્કેટ પાસે રહેતા અશોભાઈ મહેતા આજે રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા દરમિયાન રસ્તા વચ્ચે લટકતા ફાઈબરના વાયરમાં તેમનો પગ ફસાઈ ગયો હતો જેથી કાબુ ગુમાવતા નીચે પકટાયા હતા અને લક્ઝરી બસની નીચે આવી ગયા હતા જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વૃદ્ધના પટકાવા પહેલાં જ એક યુવક પણ વાયરમાં પગ ફસાઈ જતા પટકાયો હતો જેને સામાન્ય ઈજા પહોંચી હતી હાલ આ કેસમાં અડાજણ પોલીસ તપાસ કરી રહી છે

Videos similaires