રાપર: રાપર તાલુકાના નંદાસર અને રવ નજીક પસાર થતી નર્મદા કેનાલના પુલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે ત્યારે કેનાલ નજીક ડાયવર્ઝન આપીને ગાડીઓ માટે રસ્તો કરાયો છે પરંતુ કોઈ જાતની તકેદારી કે મજબૂતી ન કરવામાં આવતા આજે માટી ભરેલી ગાડી એક ટ્રકે પલટી મારી હતી સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી મંથરગતિએ રિપેરિંગ: સમારકામ ધીમીગતિએ કેનાલ પર પુલનું સમારકામ ધીમી ગતિએ થઈ રહ્યુ છે સમારકામના કારણે અનેક નાના મોટા અકસ્માત સમયાંતરે સર્જાય છે