પુણે:દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડવા માટે સરકાર યોજનાઓ ચલાવી રહી છે પરંતુ પુણેમાં રહેતા 79 વર્ષના ડોક્ટર હેમા સાનેને વીજળી મળતી હોવા છતા તેઓ તેનો ઉપયોગ નથી કરતા ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, તેઓ જે ઘરમાં રહે છે ત્યાં આજ સુધી વીજળીનું કનેક્શન લગાવવામાં નથી આવ્યું તેમણે નિર્ણય કર્યો છે કે, આગામી સમયમાં પણ તેઓ વીજળી વગર જ જીવન પસાર કરશે ડોક્ટર હેમા સાનેએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે