અમદાવાદ: વસ્ત્રાલમાં ધમકી આપવાના કેસમાં પોલીસે ભૂમિ પંચાલ અને તેના પરિવારની ધરપકડ કરી હતી આ સમગ્ર કેસમાં ભૂમિ પંચાલના નામે સોશિયલ મીડિયામાં જે ફોટા વાઈરલ થયા હતા તે અન્ય જાણીતી સિંગર ભૂમિ પંચાલના હતા ભૂમિ પંચાલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે આ કેસમાં મારો કોઈ રોલ નથી જે ભૂમિ પંચાલની ધરપકડ થઈ છે તે અન્ય ભૂમિ પંચાલ છે ભૂલથી મારા ફોટા તે કેસમાં વાઈરલ થયા હોવાની જાણ મને થઈ હતી મારે અને મારા પરિવારને આ કેસ સાથે કોઈ સંબંધ નથી