સંખેડાના કૃષ્ણપુરા ગામમાં ઘરમાં પાણી ન હોવાથી મહિલાઓએ લગ્ન માટે વરરાજાને જળ દાન કર્યું

2019-05-08 127

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતમાં મોટા ભાગના હેન્ડ પંપ બગડી જતાં એક હેન્ડપંપ પર કાળઝાળ ગરમીમાં 500થી વધુ લોકો પાણી ભરવાની નોબત આવી છે ગામમાં લગ્ન હોવાથી જમણવાર માટે પાણી ખૂટી જતાં ગામની મહિલાઓએ વરરાજાને પાણીનું દાન કર્યું કર્યું હતું ઉનાળો આકરો થતાં કૂવા, નદી-નાળા અને તળાવોમાં પાણી સુકાઈ જતાં છોટાઉદેપુર જિલ્લામાં ઠેર-ઠેર પાણી માટે વિકટ સમસ્યાઓ સર્જાઇ રહી છે લોકોને દૂર-દૂર સુધી પાણી ભરવા જવુ પડે છે સંખેડા તાલુકાના કૃષ્ણપુરા 500થી વધુ વસ્તી ધરાવતું ગામ છે હાલ ગામમાં પાણી મળે માટે એક જ હેન્ડ પંપ ચાલુ છે એક બોર છે, પરંતુ લાઈટ હોય તો જ બોરમાં પાણી આવે નહીં તો આખા ગામની મહિલાઓ ગામનો એક હેન્ડ પંપ છે, ત્યાં પાણી ભરવા જાય છે કલાકો લાઈનમાં ઉભી રહે ત્યારે બે બેડા પાણી મળે છે જેથી સમયે ઘરનું કામ થતું નથી પાણીની વિકટ સમસ્યાને લઇને પશુઓની હાલત કફોડી થઇ છે અને પશુઓ માટેના હવાળા સૂકા ભઠ્ઠ થઇને પડ્યા છે

Videos similaires