દુર્ગાપુર ગામમાં ખેડૂતના ઘરે દીપડો ઘૂસ્યો, 12 કલાક બાદ રેસ્ક્યૂ કરાયું

2019-05-08 376

મધ્યપ્રદેશના તિકમગઢ જિલ્લાથી 12 કિમી દૂર આવેલાં દુર્ગાપુર ગામમાં રમેશ પાલ નામના ખેડૂતના ઘરે જંગલી દીપડો ઘૂસી ગયો હતો જેનું અંદાજે 12 કલાક બાદ રેસ્ક્યૂ કરાયું હતુ સદનસીબે ખેડૂતે ઘરમાં દીપડો આવેલો જોઈ બહાર દોડી જઈને ઘરને તળું મારી દીધું હતું આમ, દીપડાને પૂરી દઈને ખેડૂતે ગામમાં જાનહાનિ અટકાવી હતી વળી, રેસ્ક્યૂ કરવા આવેલી ટીમ માટે પણ તેમનું કામ સરળ કરી આપ્યું હતુ ઉલ્લેખનીય છે કે, થોડે દૂર જ જંગલી વિસ્તાર હોવાથી દીપડો ગામમાં ઘૂસી આવ્યો હોવાનું મનાય છે

Videos similaires