પાટણ: સમી અને શંખેશ્વર તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ અને પશુઓ માટે ઘાસચારા ની તંગી ઉભી થતા મંગળવારે સમીના ઝીલવાણા ગામે સહજાનંદ ગુરુકુળ ખાતે બંને તાલુકા ના આગેવાનોની એક બેઠક પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરે યોજી હતી જે ગામોમાં પાણીની અને ઘાસચારાની તંગી ઉભી થઇ છે તેમની રજૂઆત સાંભળી લેખિતમાં અરજીઓ લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો પાણી માટે આંદોલનની ચીમકી: પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે સરકારમાં રજૂઆત કરીશું અને વહેલામાં વહેલી તકે જો નિવારણ નહીં કરવામાં આવે તો આ વિસ્તારના લોકો માટે અમારે પાણી માટે આંદોલન કરવા પડશે