સાડા છ ફૂટ લાંબા મગરની હરકત કેમેરામાં કેદ, દિવાલના ટેકે ઉંચા થઈને ડોરબેલ વગાડવા મથ્યો

2019-05-08 2,255

મળતી વિગતો મુજબ અમેરિકાના સાઉથ કેરોલિનામાં આવેલા મિર્ટલ બીચ પર આવેલા કેરન અલ્ફાનો નામનાં મહિલાના ઘરની બહારનું આ દૃશ્ય છે પોતાના ઘરના મુખ્ય દરવાજે સાડા 6 ફૂટ લાંબા મગરને જોઈને જ તેમના મોંમાંથી ઓહ માય ગોડનો ચિત્કાર નીકળી ગયો હતો જો કે તે બાદ મગરે જે કારનામું કર્યું હતું તે જોઈને તો સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સને નવાઈ લાગી હતી સાડા 6 ફૂટ લાંબા એવા આ મહાકાય મગરે દિવાલના ટેકે ટેકે શરીર પર અધ્ધર થઈને ડોરબેલ સુધી પહોંચવાનો પણ ટ્રાય કર્યો હતો મગરની આવી એક્શન જોઈને મહિલાના મોંમાંથી ઉદગાર નીકળી ગયા હતા કે અરે બાપ રે, શું તમે આના પર વિશ્વાસ કરી શકશો? સદનસીબે તે મગર પણ નહોતો ડોરબેલ સુધી પહોંચી શક્યો કે નહોતો અન્ય કોઈ રસ્તેથી ઘરમાં પ્રવેશી શક્યો હારી થાકીને તે ત્યાંથી પાછો વળી ગયો હતો આખી ઘટનાથી ડરીને કેરન અલ્ફાનોએ પણ તે દરવાજો જ ત્યાંથી હટાવી દીધો હતો જેથી ફરીથી આ મગર તેના ઈરાદામાં સફળ થઈને ઘરમાં ઘૂસી ના જાય

Videos similaires