દુષિત પાણીને કારણે રોગચાળો ફેલાયો, ચેપી રોગ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

2019-05-08 106

વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં આપવામાં આવેલા દુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે કારેલીબાગ ખાતે આવેલા ચેપી રોગની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી જતા બેડ ખૂટી ગયા છે કેટલાક દર્દીઓને બેડ ન મળતા જમીન ઉપર પથારી ઉપર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છેચેપી રોગ હોસ્પિટલના આરએમઓ ડો પ્રિતેષ શાહે જણાવ્યું હતું કે, કોર્પોરેશનના નિમેટા ખાતે આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખામી સર્જાતા પૂર્વ વિસ્તારમાં દુષિત પાણી આવતું હતું