લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે 12 વાગ્યા સુધીમાં કુલ 27% મતદાન નોંધાયુ છે મધ્યપ્રદેશમાં લગભગ 30% જેટલું મતદાન નોંધાયુ છે તો રાજસ્થાન અને ઝારખંડમાં 29% વોટ પડ્યા છે આજે 7 રાજ્યોની કુલ 51 સીટ પર મતદાન થઈ રહ્યું છે આ સીટ પર અંદાજે 8 કરોડ 75 લાખ મતદારો છે 674 ઉમેદવાર છે જે 51 સીટ પર મતદાન છે તે બેઠક પર 2014માં ભાજપને 39 સીટ મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 2 સીટ જ મળી હતી
આ વખતે ઉત્તર પ્રદેશની સૌથી વધારે 14 સીટો પર વોટિંગ છે આજે યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની સહિત ઘણાં મોટા નેતાઓની સીટ માટે મતદાન થવાનું છે