ગીર સોમનાથ: વેરાવળ નજીક એક અજાણ્યા વાહન ચાલકે સિંહને અડફેટે લીધો હતો જેથી વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી બે રેસ્ક્યુ ટીમે સિંહોનું લોકેશન જાણી તેમને જંગલ વિસ્તારમાં ખદેડી દીધા હતા જ્યારે ઇજાગ્રસ્ત સિંહને કોઇ ગંભીર ઇજા પહોંચી છે કે નહીં તેની તેની તપાસ હાથ ધરી હતી છેલ્લા ઘણા સામયથી ચાર સિંહોનું ગ્રુપ વહેલી સવારે જૂનાગઢ રોડ પર લટાર મારવા નીકળે છે આજે સવારે પણ એક સિંહ રોડ પરથી પસાર થયો હતો ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે અજાણતા તેને અડફેટે લીધો હતો જેમા સિંહ ઇજાગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ વન વિભાગ ટીમને થતા તેઓએ રેસ્ક્યુ કરી અન્ય સિંહોને જંગલમાં ખદેડી ઇજાગ્રસ્ત સિંહની સારવાર કરી હતી