અમેરિકાના પ્રેસિડન્ટડોનાલ્ડ ટ્રમ્પસાથે બીજી મુલાકાતના બે મહિના બાદ નોર્થ કોરિયાએ શનિવારે શોર્ટ રેન્જ મિસાઇલનું પરિક્ષણ કર્યુ સાઉથ કોરિયાના સ્ટાફ ચીફ તરફથી જણાવવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયાએ સાઉથવેસ્ટર્ન વોનસાનથી પૂર્વ ક્ષેત્ર તરફથી અને સ્થાનિક સમયાનુસાર 906 મિનિટે મિસાઇલ છોડી એક અંદાજ મુજબ આ પરિક્ષણથી અમેરિકાના કોરિયન પેન્નિનસુલામાં શાંતિની પહેલને ધક્કો લાગ્યો છે
કોરિયન ન્યૂઝ એજન્સી યોનહેપના રિપોર્ટ અનુસાર, કિમ જોંગ-ઉનના આ મિસાઇલ પરિક્ષણને અમેરિકાએ ગંભીરતાથી લીધું છે અમેરિકા અને સાઉથ કોરિયા સહયોગી રીતે તેનીસમીક્ષાકરી રહ્યા છે કિમ ગત મહિને પ્રેસિડન્ટવ્લાદિમીર પુતિનને મળવા રશિયા ગયા હતા તે સમયે રશિયા તરફથી આર્થિક મદદનો ભરોસો અપાવ્યો હતો