અમદાવાદ: સામાન્ય રીતે ચોર ચાલતાં અથવા ટુ વ્હીલર, રીક્ષા તેમજ ક્યારેક નાની ગાડીમાં આવીને ચોરી કરતા હોય છે પરંતુ અમદાવાદના સોલા વિસ્તારમાં બે તસ્કરો રૂ 28 લાખની ફોર્ચ્યુનર કારમાં આવીને રૂ 7 લાખની ઇનોવા કારની ચોરી કરી ફરાર થઈ ગયા છે ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા બંગલામાં રહેતા બિલ્ડરના ઘરની બહાર પડેલી ઇનોવા ડુપ્લીકેટ ચાવીથી ખોલી ચોરી કરી હતી કારમાં લેપટોપ અને રોકડા રૂ 2 લાખ પણ હતા