વડોદરા / ગૌરક્ષકે 60 દિવસ સળગતી રહે તેવી 125 ફૂટ લાંબી અગરબત્તી બનાવી

2019-05-04 469

વડોદરા: શહેરના ગૌરક્ષક વિહાભાઇ ભરવાડે સતત 60 દિવસ સુધી પ્રજ્વલિત રહે તેવી 125 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ ગોળાકાર અગરબત્તી બનાવી છે આ અગરબત્તી બગોદરા ખાતે 10 નવેમ્બરે યોજાનાર 11008 કુંડી મહાયજ્ઞમાં પ્રજ્વલિત કરવામાં આવશે

ગાયને લઈને અગરબત્તી બનાવાઈ: તરસાલી બાયપાસ પાસે ભાથુજીનગરમાં રહેતા ગૌરક્ષક ભરવાડે જણાવ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે, દેશમાં ગાયો માટે ગૌચરની જગ્યા મુક્ત કરવામાં આવે, દરેક જિલ્લામાં ગૌ મુક્તિધામ બનાવવામાં આવે તેમજ વિશ્વ કલ્યાણ અને દેશની સરહદ ઉપર ફરજ બજાવતા જવાનોને શક્તિ મળે તે માટે 125 ફૂટ લંબાઇ અને સાડાત્રણ ફૂટ ગોળાકારની 5240 કિલો વજનની અગરબત્તી બનાવવામાં આવી છે

Free Traffic Exchange

Videos similaires