ફ્લોરિડાઃઅહીંના જેક્સિનવિલે નેવલ એરસ્ટેશન પર બોઇંગ 737 વિમાન રનવેથી લપસીને સેન્ટ જ્હોન નદીમાં પડી ગયું હતું વિમાનમાં 136 લોકો સવાર હતા તમામ લોકો સુરક્ષિત છે બે લોકોને સામાન્ય ઇજા થઇ છે શુક્રવારે મોડી રાત્રે લેન્ડિંગના સમયે આ દુર્ઘટના બની ફ્લાઇટ ક્યૂબાથી જેક્સનવિલે પહોંચી હતી જેક્સનવિલેની એજન્સીએ વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાની જાણકારી આપી