રાહુલ ગાંધીએ કહ્યું મોદી-ભાજપ હારે છે, બોલ્યા ચાર તબક્કાની ચૂંટણી બાદ ચિત્ર સ્પષ્ટ

2019-05-04 692

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અડધીથી વધારે સીટો પર ચૂંટણી પતી ગઈ છે અને એ સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં ખેડૂત, રોજગારી અને પીએમનો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા રહ્યા છે દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે દેશ મોદીને પૂછી રહ્યો છે કે, બે કરોડ રોજગારીનો વાયદો કર્યો હતો પરંતુ આજે દેશ 45 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં છે

રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજી ક્યારેય રોજગારી વિશે વાત નથી કરતા કારણકે તેમની પાસે આ વિશે કોઈ પ્લાન જ નથી રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીનું સમગ્ર ધ્યાન ફરવામાં જ છે

Videos similaires