MS યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં ચેકિંગ દરમિયાન વિજિલન્સ ઓફિસરે સ્ટુડન્ટને લાફો માર્યો

2019-05-03 1,601

વડોદરાઃપઠાણ ગેંગ દ્વારા વીપી સહિતની વિદ્યાર્થિનીઓને એસિડ એટેકની ધમકીની ઘટના બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે વધારો કર્યો છે મોડી રાત્રે બોયઝ હોસ્ટેલમાં વિજિલન્સ અને પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં વિજિલન્સ ઓફિસર પીપીકાનાણીએ સ્ટુડન્ટને લાફો ઝીંકી દીધો હતો આ ઉપરાંત વિજિલન્સની ટીમે સ્ટુડન્ટ્સ સાથે ગેરવતર્ણુક કરીને ધક્કે ચડાવ્યા હતા જોકે તમામ હોલના ચેકિંગ દરમિયાન કશું શંકાસ્પદ મળી આવ્યું ના હતું એમએમ હોલમાં પોતાના મિત્રને મળવા આવેલા એક વિદ્યાર્થીને ઝડપી પાડ્યો હતો જોકે પાછળથી તેને જવા દેવાયો હતો