વાળંદની દુકાનમાં પુરૂષોની દાઢીથી લઈ હેર કટ કરે છે આ બંને બહેનો

2019-05-03 2,339

હાલમાં જ સેવિંગ ક્રિમ બનાવતી જિલેટ કંપનીએ એક કમર્શિયલ એડ શૂટ કરી જેમાં બે બહેનો વાળંદની દુકાન ચલાવી રહી છે આ એડ વાસ્તવિકતા પર આધારિત છે, જે છોકરીઓના મહત્વ પર એક સ્ટ્રોંગ મેસેજ આપી જાય છે યુપીના બનવારી ટોલા ગામમાં રહેતી નેહા અને જ્યોતિ એક બાર્બર શૉપ ચલાવે છે જે પુરૂષોની દાઢી બનાવવાથી લઈને વાળ કાપવા સુધીના તમામ કામ કરે છે જે એક છોકરો કરે છે જ્યોતિ અને નેહાના પિતા આ દુકાન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા પણ લકવાની બિમારીના કારણે તેમનું મૃત્યુ થયુ અને ત્યાર બાદ બંને બહેનોએ આ જવાબદારી પોતાના માથે લીધીલોકો શું કહેશે તેની પરવાહ કર્યા વગર તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યુ અને આજે બંને બહેનોની મહેનતથી આ નાનકડી શૉપ શોપમાંથી એક સલૂન બની ગઈ છે જ્યોતિ અને નેહાનું આ ઉદાહરણ જ સમાજમાં સાચો બદલાવ છેજો આપણે એવુ જ વિચારતા રહીશું કે સમાજ શું કહેશે તો સમાજમાં બદલાવ ક્યારેય નહીં આવે

Videos similaires