રાજકોટ:શહેરમાં ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રાફિક પોલીસ મુસાફર પાસેથી લાંચ લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે ઘટનાની વિગત અનુસાર ટ્રાફિક પોલીસે ત્રિપલ સવારી બાઈકચાલકને રોકીને 1500 રૂપિયાની પહોંચ આપવાને બદલે 500 રૂપિયાની લાંચ લેતા મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા જે મામલે જોઈન્ટ કમિશનરે ટ્રાફિક કોન્સ્ટેબલ રાહીદ અબ્દુલભાઈને સસ્પેન્ડ કર્યા છે