માઉન્ટ આબુમાં મધરાતે બે રીંછ લટાર પર નીકળ્યા, હોટલમાં ઘૂસ્યા

2019-05-02 3,241

પાલનપુર: પાણી અને ખોરાકની શોધમાં 2 રીંછો માઉન્ટ આબુમાં મધરાતે લટાર મારતા-મારતા રહેણાંક વિસ્તારમાં આવી ગયા હતા બન્ને રીંછ હોટલ આગળથી નીકળતી વખતે હોટેલ આગળ લગાવેલા સીસીટીવી કેમેરામાં બંને રીંછની હરકતો કેમેરામાં કેદ થઇ હતી ખોરાક પાણીની શોધમાં એક રીંછ હોટેલની અંદર દાખલ થયું તો બીજું રીંછ પાર્કિંગ વિસ્તારમાં ફરતું રહ્યું રાત્રે 2 વાગે અચાનક આવી ગયેલું રીંછ ઝાંપો કૂદીને કચરા ટોપલી ચેક કરવા લાગ્યો હોટેલ પ્રિમાઈસિસમાં ખાવાનું કે પીવાનું કંઇ ન મળતાં ફરી ઝાંપો કૂદીને બહાર નીકળી ગયો જોકે બહાર નીકળતી વખતે ઝાંપો કુદવામાં તેને 3 વાર પ્રયાસ કરવા પડ્યા હતાઆ અગાઉ 1 મહિના પહેલા માઉન્ટ આબુની હોટેલમાં એક દીપડો અચાનક લોબીમાં આંટા ફેરા કરતાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો

Videos similaires