વડોદરા: નેશનલ હાઇવે-48 ઉપર એપીએમસી પાસે સુરત તરફ જઇ રહેલુ 10 વ્હીલવાળું ટ્રેલર પલટી ખાઇ ગયું હતું ટ્રેલર પલટી ખાઇ જતાં હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો આ બનાવની જાણ બાપોદ પોલીસ અને હાઇવે ટ્રાફિક પોલીસને થતાં તુરંત જ સ્થળ પર દોડી ગઇ હતી અને હાઇવે ઉપર જામ થયેલા ટ્રાફિકનું નિયમન કરીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો આ ઘટનામાં ડ્રાઇવરને કોઇ ઇજા થઇ નથી પરંતુ ટ્રેલર સ્થળ પર છોડીને ડ્રાઇવર ભાગી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે