પ્રચાર દરમિયાન મદારીઓને મળ્યા પ્રિયંકા, સાંપને હાથમાં પકડી કરી વાતો

2019-05-02 1,096

ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના ઘણાં રંગ જોવા મળતા હોય છે તેઓ ક્યારેક ચૂંટણી સભામાં તો ક્યારેક મતાદારોને મળતી વખતે અલગ અંદાજમાં જોવા મળે છે પરંતુ આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું એક અનોખુ રુપ જોવા મળ્યું છે તેમાં તે સાંપ સાથે રમતા જોવા મળ્યા હતા સોનિયા ગાંધીની સંસદીય સીટ રાયબરેલીમાં જ્યારે પ્રિયંકા ગાંધી પ્રચાર કરતા હતા ત્યારે તેઓ મદારીને મળ્યા અને તેમની સાથે નિંરાતે બેસીને વાતો પણ કરી હતી

પ્રિયંકા જ્યારે પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે તેઓ એક મદારીને મળ્યા હતા અને તેમની પાસે જે સાંપ હતા તેની માહિતી લેવા લાગ્યા હતા આ દરમિયાન પ્રિયંકાએ સાંપને ઘણી વખત હાથમાં પણ ઉપાડ્યો હતો આ દરમિયાન તેમની આસપાસ ઘણી ભીડ પણ ભેગી થઈ ગઈ હતી

Videos similaires