આ દૃશ્યો જોઈને તમને એવુ લાગશે કે આ શખ્સે આ યુવતીની છેડતી કરી હશે અને યુવતીએ તેને મેથીપાક ચખાડ્યો, પણ વાત કંઇક જૂદી છે ભોપાલના એમપી નગરમાં રહેતી આ યુવતી થોડા દિવસ અગાઉ નોકરી સંદર્ભે આ યુવકને મળી હતી,યુવકે તેનું ઈન્ટરવ્યૂ પણ લીધુ હતુ જે બાદ યુવક રિઝ્યુમમાંથી ફોનનંબર લઈ યુવતીને હેરાન કરવા લાગ્યો તેના બેહુદા વર્તનથી કંટાળી યુવતીએ તેના મિત્રો સાથે મળીને એક પ્લાન બનાવ્યો અને તેને મળવા માટે બોલાવ્યો આરોપી શખ્સ યુવતીને મળવા આવ્યો કે તેને પકડી લેવાયો અને યુવતીએ તેને પાઠ ભણાવવા પબ્લિક વચ્ચે જ બેલ્ટથી ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું ભરબજારે આ હાઈવૉલ્ટેજ ડ્રામા ઘણાં લાંબા સમય સુધી ચાલતો રહ્યો એવામાં કોઈએ પોલીસને બોલાવી લીધી અને આરોપી પોલીસને સોંપી દેવાયો