વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ગેરકાયદેસર દુકાનોના બાંધકામ તોડી પડાયા

2019-05-02 479

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા નવરંગ કોમ્પ્લેક્ષ પાસે ગેરકાયદેસર બનાવવામાં આવી રહેલી 3 દુકાનોના બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા આ ત્રણેય દુકાનો રસ્તામાં આવતી હોવાથી કોર્પોરેશન દ્વારા આ દુકાનો દૂર કરવામાં આવી હતીઉત્તર ઝોનના આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના માર્ગો પરના દબાણો દૂર કરવાના ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે આજે નવરંગ સિનેમા રોડ વાકસકર ચેમ્બર્સ પાસે ગેરકાયદેસર બની રહેલી ત્રણ દુકાનો દૂર કરવામાં આવી હતી