સયાજી હોસ્પિટલના શૌચાલયમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

2019-05-01 3,043

વડોદરાઃઆજે બુધવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના શૌચાલયમાં એક મહિલા ગઇ હતી મહિલાએ શૌચાલયમાં તાજી જન્મેલી બાળકીને જોઇ હતી જેથી હોસ્પિટલના સિક્યુરિટી સહિતના સ્ફાફને જાણ કરી હતી શૌલલયની અંદર બાળકી ઊંધા માથે પટકાયેલી હતી જેથી તુરંત જ સયાજી હોસ્પિટલના સત્તાધિશો અને ડોક્ટર્સને જાણ કરાઇ હતી જેથી બાળકની શૌચાલયમાંથી બહાર કાઢવામાં આવી હતી જોકે તપાસ કરતા બાળકી મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યુ હતું આ દરમિયાન હોસ્પિટલમાં પહોંચેલી રાવપુરા પોલીસે મૃત બાળકીની માતા અને પરિવારની શોધખોળ હાથ ધરી છે

Videos similaires