જાણો C-60ના કમાન્ડોઝ વિશે, મોતના ઓછાયા હેઠળ નક્સલીઓને આપે છે પડકાર

2019-05-01 2,850

નેશનલ ડેસ્ક: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો છે તેમાં C-60 કમાન્ડોઝની ટીમના 16 જવાન શહીદ થઈ ગયા છે આ હુમલો તે સમયે થયો છે જ્યારે C-60ની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી આઈઈડી બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જવાન જે ગાડીમાં હતા તેના પર ફૂરચા ઉડી ગયા છે માનવામાં આવે છે કે, 40થી 50 નક્સલીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે છેલ્લા 2 વર્ષમાં મહારાષ્ટ્રમાં નક્સલીઓ દ્વારા આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે નોંધનીય છે કે, ગઢચિરોલીમાં જે જવાન શહીદ થયા છે તે C-60 કમાન્ડોઝ છે મહારાષ્ટ્ર પોલીસની આ ટીમ દેશના બેસ્ટ કમાન્ડોઝમાં ગણવામાં આવે છે

C-60 કમાન્ડોઝ મહારાષ્ટ્ર પોલીસની ખાસ ફોર્સ છે જેને ડાબેરી વિચારધારા સાથે જોડાયેલા નક્સલીઓ સામેલડવા ખાસ રીતે ટ્રેઈન કરવામાં આવે છે આ યૂનિટને ગઢચિરોલી પોલીસ વિભાગના તે સમયના એસપી કેપી રઘુવંશીના નેતૃત્વમાં 1992માં તૈયાર કરવામાં આવી હતી C-60નાસ્થાનિક લોકોમાંથી આ જવાનની પસંદગી કરવામાં આવે છે સ્થાનિક ભાષા અને સમજણ હોવાના કારણે આ કમાન્ડોઝ ખૂબ ઉપયોગી સાબીત થાય છે ગયા વર્ષે આ કમાન્ડોઝે એપ્રિલમાં બે અલગ-અલગ અથડામણમાં 39 નક્સલીઓને ઠાર કર્યા હતા આ અભિયાનમાં C-60 કમાન્ડોઝના યૂનિટને કોઈ નુકસાન નહતુ થયું

Videos similaires