મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો છે તેમાં C60 કમાન્ડોઝની ટીમના 16 જવાન શહીદ થઈ ગયા છે આ હુમલો તે સમયે થયો છે જ્યારે C60ની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી આઈઈડી બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જવાન જે ગાડીમાં હતા તેના પર ફૂરચા ઉડી ગયા છે માનવામાં આવે છે કે, 40થી 50 નક્સલીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે છેલ્લા 2 વર્ષમાં મહારાષ્ટ્રમાં નક્સલીઓ દ્વારા આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે નોંધનીય છે કે, ગઢચિરોલીમાં જે જવાન શહીદ થયા છે તે C60 કમાન્ડોઝ છે મહારાષ્ટ્ર પોલીસની આ ટીમ દેશના બેસ્ટ કમાન્ડોઝમાં ગણવામાં આવે છે
C60 કમાન્ડોઝ મહારાષ્ટ્ર પોલીસની ખાસ ફોર્સ છે જેને ડાબેરી વિચારધારા સાથે જોડાયેલા નક્સલીઓ સાથે લડવા ખાસ રીતે ટ્રેઈન કરવામાં આવે છે આ યૂનિટને ગઢચિરોલી પોલીસ વિભાગના તે સમયના એસપી કેપી રઘુવંશીના નેતૃત્વમાં 1992માં તૈયાર કરવામાં આવી હતી ગઢચિરોલીમાં સ્થાનિક લોકોમાંથી આ જવાનની પસંદગી કરવામાં આવે છે સ્થાનિક ભાષા અને સમજણ હોવાના કારણે આ કમાન્ડોઝ ખૂબ ઉપયોગી સાબીત થાય છે ગયા વર્ષે આ કમાન્ડોઝે એપ્રિલમાં બે અલગ-અલગ અથડામણમાં 39 નક્સલીઓને ઠાર કર્યા હતા આ અભિયાનમાં C60 કમાન્ડોઝના યૂનિટને કોઈ નુકસાન નહતુ થયું