નડિયાદ: શહેરના બિલોદરા જેલમાં એક કેદીએ બેરેકની બહાર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે ઘટનાની જાણ થતા નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી મૃતક મનોક પરમાર અમદાવાદનો રહેવાસી છે અને પડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ભાગાડી જવાના કેસમાં છેલ્લા એક મહિનાથી બિલોદરા જેલમાં હતો આપઘાત કરવા પાછળ શું કારણ છે તેની નડિયાદ રૂરલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે