અનામત આંદોલન અંગે મતભેદ, હાર્દિક-નરેશના મતે આંદોલન પૂર્ણ

2019-05-01 1,760

રાજકોટ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત કરવાની માંગણી સાથે આજે દિનેશ બાંભણીયાએ રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાસના કાર્યકરો હાજર રહ્યા હતાહાર્દિક પટેલની હાજરીમાં રાજકોટમાં ખોડલધામ સંસ્થાના સરદાર પટેલ ભવન ખાતે બેઠક યોજાઇ છે બેઠક પહેલા રાજકોટ આવેલા હાર્દિકે જણાવ્યું હતું કે,સમાજના આગેવાનોએ જવાબદારી સ્વિકારી છેબેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો જેમાંબે ખોડલધામ, બે ઉમિયાધામ અને બે પાસના મળી 6 સભ્યોની કમિટી રચાશે બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે,આવતા અઠવાડીયે કમિટી બનાવી સરકારમાં વાત મુકીશું

બેઠક બાદ નરેશ પટેલે શું કહ્યું: બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય મુદ્દો કથિરીયાની જેલમુક્તિ અને અન્ય પાટીદાર યુવાનો પર થયેલા કેસ પર ચર્ચા કરવાનો જ હતો ખોડલધામમાંથી 2, ઉમિયાધામમાંથી 2 અને પાસમાંથી 2 સભ્યો પ્રતિનિધિત્વ કરી કમિટી બનાવવામાં આવશે સરકાર સાથે સંપર્ક રહી ચર્ચા કરે આ મુદ્દો કોર્ટ મેટર છે પરંતુ કાયદાની પ્રક્રિયાને ધ્યાને લઇ સરકાર કંઇ રીતે યુવાનોને છોડવામાં મદદરૂપ થાય તેની ચર્ચા કરવી જોઇએ સમાજનો દીકરો જેલમાં છે આ પહેલા પણ મારો આ મુદ્દે લીડ રોલ હતો જરૂર પડે ત્યાં હું ફરી ઉભો રહીશ આજે હું માત્ર આમંત્રિત હતો મને પાસના સભ્યો દ્વારા સમય માંગી આ મુદ્દે ચર્ચા કરવાનો હતો આ બેઠકને લઇ મને કોઇ પક્ષના રાજકીય નેતાઓના ફોન આવ્યા નથી સંભવત આવતા અઠવાડીયે કમિટી બની જાય તો તરત જ સરકાર સમક્ષ વાત મુકીશું એક સમયે અનામત આંદોલન હતું હવે મને તેનું કોઇ અસ્તિત્વ દેખાતું નથી

મારી પર 28 કેસ છે: બેઠકમાં રાજકોટ આવી પહોંચેલા હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલ સમાજના આગેવાન છે, આગેવાનોએ જવાબદારી સ્વિકારી પણ છે આંદોલનના કેસો થયા છે તે મુદ્દે ચર્ચા કરીશું ચૂંટણી પહેલા જે રીતે કેસો કર્યા હતા અને પછી કેસ પાછા ખેચવાની વાતો કરી હતી તે કંઇ થયું નથી મારી પર 28 કેસ છે જે સિવાય નાના-મોટા કેસ પાટીદાર યુવાનો પર થયા છે પ્રચાર છોડી આજે જવાબદારી નિભાવવા આવ્યો છું આ બેઠકમાં આજે કેસ પરત ખેંચવા મુદ્દે સમાજના આગેવાનો સહિત યુવાનો સાથે ચર્ચા કરીશું રાજદ્રોહ જેવા કેસમાં અમારા જેવા યુવાનોને જેલમાં ધકેલી દબાવી દેવામાં આવે છે આગામી સમયમાં ગુજરાતમાં ખોટી વાતો પર કોણ લડશે આજે 16 જવાનો શહીદ થયા છે તે ખૂબ દુખની વાત છે કોઇ પણની સરકાર હોય ભાજપ હોય કે કોંગ્રેસ સાથે રહી આનું નિરાકરણ લાવવું જોઇએ

હાર્દિકે કહ્યું આંદોલન નરમ પડ્યું છે બંધ નહીં: હાર્દિકે બેઠકના અંતે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા 10 ટકા અનામત બાબતે સુપ્રીમ કોર્ટ નિર્ણય નહીં આપે અને તમામ આંદોલનકારી ઉપરથી કેસો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી શાંતિ પ્રિય રીતે આંદોલન ચાલુ રહેશે અનામત આંદોલન નરમ પડ્યું છે, બંધ નથી થયું આંદોલનના કારણે જ ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત ગરીબ સમાજને 1 હજાર કરોડ રૂપિયાની સ્વાવલંબન યોજના, બિન અનામત આયોગ અને 10 ટકા અનામતનો લાભ મળ્યો છે, જે જગ જાહેર છે

હાર્દિક અને બાંભણિયાના વિરોધાભાસી નિવેદન: અલ્પેશ કથિરીયાની મુક્તિને લઈને દિનેશ બાંભણિયા અને હાર્દિક પટેલેવિરોધાભાસી નિવેદનો આપ્યા હતાદિનેશ બાંભણિયાએ અલ્પેશની મુક્તિ માટે સરકાર પર દબાણની વાત કરી હતી તોહાર્દિક પટેલે ન્યાયીક તપાસમાં કોઈ દખલગીરી ન કરી શકે તેવું કહીને અલ્પેશની મુક્તિના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું

કગથરાએ કહ્યું સરકાર દેશદ્રોહનો 144ની જેમ ઉપયોગ કરે છે: બેઠકમાં આવેલા લલિત કગથરાએ કહ્યું હતું કે, આ સરકાર દેશદ્રોહની કલમનો 144ની જેમ ઉપયોગ કરી રહી છે, નિર્દોષ યુવાનને જેલમાં ગોંધી રાખ્યો છે તેની માનસિકતાનું શું? યુવાધનને ક્યાં લઇ જવા માંગે છે સરકાર તે સમજાતું નથી જો ચૂંટણી દરમિયાન આ બેઠક કરી હોત તો લોકો કહેત કે પ્રેશર કરો છો નરેશ પટેલ એક પણ પક્ષના ઉમેદવાર સાથે ફોર્મ ભરવા નથી ગયા અને સરકારના દબાણમાં નથી આવ્યા સમાજના આગેવાનની ભૂમિકા ભજવી છે તલવારની ધાર પર હતા છતાં અડગ રહ્યાં છે

પાટીદાર સમાજના આગેવાનો હાજર: રાજકોટ ખાતે નરેશ પટેલની હાજરીમાં પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઇ છે બેઠકમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, ગીતાબેન પટેલ, પૂર્વ પાસ અગ્રણી દિનેશ બાંભણીયા, મનોજ પનારા સહિત પાસના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે બેઠકમાં મુખ્યત્વે પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ વિશે મંત્રણા કરવામાં આવી રહી છે બેઠકમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ અલગ અલગ બેઠા હતા એકસાથે બેસવાને બદલે બંને વચ્ચે અંતર જોવા મળ્યું હતું

Videos similaires