ઈંદૌરની ભીષણ ગરમીમાં પાણીની સમસ્યા વિકરાળ બની છે તંત્રથી ત્રસ્ત સ્થાનિકોએ નારેબાજી કરીને પાણી આપવા માંગ કરી હતી લોકોએ પાણી નહીં તો વોટ નહીં’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતાલોકોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે નર્મદાની લાઈન આવી ગઈ પણ હજી પાણી પહોંચ્યું નથી પાણી સિવાય ડ્રેનેજ, રોડની પણ વિકટ સમસ્યા સર્જાઈ છે ઉલ્લેખનીય છે કે, ઈંદૌરના લોકોએ આગામી લોકસભા ચૂંટણીમાં જો તેમની તકલીફો દૂર ન થાય તો મતદાનનાં સામૂહિક બહિષ્કારની ચીમકી પણ આપી છે