ગીરમાં 1947માં 11 સિંહ હતા,1960 પછી 285 થયા અને આજે 600, પડકારો છતાં સાવજો સચવાયા

2019-05-01 97

આજે ગુજરાતે 59 વર્ષ પૂર્ણ કરી 60માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ગુજરાતની સિંહગાથા પણ ખબ જ રસપ્રદ છે, એશિયાટિક સિંહ આખી દુનિયામાં માત્ર ગુજરાતમાં અને તેમાંય સૌરાષ્ટ્રના જૂનાગઢના ગીરના જંગલોમાં જોવા મળે છે એક સમયે સાવજોના અસ્તિત્વ પર જોખમ આવી ગયું હતું આઝાદી પહેલા માત્ર 11 સિંહ બચ્યા હતા પણ એ જ સમયે જૂનાગઢના નવાબે સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો અને સિંહની સંખ્યા વધારવા માટે અભિયાન શરૂ કર્યું આઝાદી પછી પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી થઇ અને ત્યારે તેમની સંખ્યા 285 જાણવા મળી હતી આજે આ સંખ્યા 600ને પાર થઇ ગઇ છે એક તરફ જંગલો ઘટી રહ્યાં છે,પ્રાણીજન્ય નવા નવા રોગ વધતા જાય છે છતાં અનેક પડકારો વચ્ચે સાવજો સચવાઇ રહ્યાં છે

Videos similaires