અભયારણ્યમાંથી ભાગેલો હાથી ખોરાકની શોધમાં પહોંચ્યો શહેરમાં, સડક પર અફડાતફડી સર્જાઈ

2019-05-01 98

ગુવાહાટીથી અંદાજે 25 કિમી દૂર આવેલા અમચાંગ અભયારણ્યમાંથી ભાગવામાં સફળ રહેલો એક હાથી ખોરાકની શોધમાં શહેરમાં ઘૂસી ગયોહતો આમથી તેમ રોડ પર ટહેલતા હાથીને જોઈને જ લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો ભૂખના માર્યા હાથી પણ કંઈક ખાવા માટે અલગઅલગ દુકાનો આગળ ભટકી રહેલા હાથીને જોવા માટે લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્યાં હતાં પોલીસ પણ માહિતી મળતાંની સાથે જ ઘટનાસ્થળે પહોંચીને હાથીને રોકવાનો પ્રયત્ન કરતી જોવા મળી હતી સદનસીબે હાથીએ આટલી બધી જનમેદની જોયા બાદ પણ કોઈ જ તોફાનનહોતું કર્યું આ હાથીને ફરી પકડવા માટે અમચાંગ અભયારણ્યની ટીમ પણ ત્યાં પહોંચી હતી જે બાદતેના પર કાબૂ મેળવીને ફરી તેને મૂળ સ્થાનેલઈ જવાયો હતો

Videos similaires