બિહારના જહાનાબાદની સડકો પર એક અજીબોગરીબ ઘટના જોવા મળી હતી એક મહાશયને તેમના કેટલાક સમર્થકો સાથે ગધેડા પર બેઠેલા જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા હતા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહેલા મણીભૂષણ શર્માનો આવો અંદાજ જોઈને પણ કૂતુહલની સાથે જ હાસ્યનું મોજું પણ ફરી વળ્યું હતું મણીભૂષણ શર્માએ ગધેડા પર સવાર થઈને કલેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા હતા તેમના સમર્થકો એ પણ તેમની જીતના નારા લગાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં આ રીતે ગધેડા પર સવાર થઈને ઉમેદવારી કરવાનું કારણ પણ જણાવ્યું હતું તેમના કહ્યા પ્રમાણે આજે નેતાઓ જનતાને બેવકૂફ બનાવે છે, તેઓ લોકોનું કામ કે સેવા કરવાની જગ્યાએ તેમને જ ગધેડા એટલે કે મૂર્ખ બનાવે છે બસ એટલે જ લોકોને જાગૃત કરવા માટે તેમણે આવી રીતે ગધેડા પર વરઘોડો કાઢીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી