પાદરામાં મામાને ઘરે વેકેશન માણવા ગયેલા બે કિશોરના તળાવમાં ડૂબી જતા મોત, પરિવારમાં માતમ

2019-04-30 286

વડોદરાઃ પાદરા મામાના ઘરે વેકેશન માણવા આવેલા બે કિશોરના તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યા છે જેને પગલે બંને કિશોરના પરિવારમાં માતમ છવાઇ ગયો છે બંને કિશોર માછલીઓને લોટ ખવડાવવા ગયા હતા કાયવરોહણનો શિવ ભાવેશકુમાર ગાંધી(13) અને છાણીનો દ્વારકેશ દિપકકુમાર ગાંધી(14) પાદરા સ્થિત સંતોષપુરી પોળમાં રહેતા કેતનભાઇ ગાંધીના ઘરે બે દિવસ પહેલાં આવ્યા હતા કેતનભાઇ અને તેમના પરિવારના સભ્યો વડોદરાના અટલાદરા ખાતે મરણ પ્રસંગે ગયા હતા ત્યારે બંને કિશોર ઘરેથી અંબાજી તળાવમાં માછલીઓને લોટ ખવડાવવા માટે નીકળ્યાં હતા કેતનભાઇ પરિવાર સાથે ઘરે આવ્યા ત્યારે બંને ભાણીયાઓએ ઘરની ચાવી આપી હતી ફરી બહાર રમવા માટે નીકળી ગયા હતા મોડી રાત સુધી બંને ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને બંને તળાવમાં ડૂબ્યા હોવાની માહિતી મળી હતી સ્થાનિક તરવૈયાઓએ બાળકોની તળાવમાં શોધખોળ હાથ ઘરી હતી ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા

Videos similaires