વડોદરાઃ નેશનલ હાઇવે નં-48 પર કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે દવા લઇને ઘરે પરત ફરી રહેલા દંપતિનું આઇશર ટેમ્પોની અડફેટે મોત નીપજ્યું છે જ્યારે 10 વર્ષના પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સોમવારે મોડી રાત્રે પ્રતાપભાઇ ગોહિલ અને દક્ષાબેન ગોહિલ અને તેમનો પુત્ર કુલદિપ દવા લઇને દેથાણ પરત ફરી રહ્યા હતા તે સમયે દેથાણ ગામના વળાંક પાસે આઇશર ટેમ્પો ચાલકે બાઇકને ટક્કર મારી હતી અને દંપતિને ફંગોળાઇને નીચે પટકાયા હતા જેમાં બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં દંપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર કુલદિપની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે દંપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામૂહિક કેન્દ્ર ખાતે લઇ જવાયા છે જ્યારે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધીને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે