નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલું મહારાષ્ટ્રનું પ્રથમ મતદાન મથક

2019-04-30 251

રાજપીપળા: નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા આવેલા મહારાષ્ટ્રના મણીબેલી ગામમાં મહારાષ્ટ્રનું પ્રથમ મતદાન મથક આવેલુ છે આ વિસ્તારના લોકો ટાપુ જેવા વિસ્તારોમાં રહેતા હોવાથી નાવડીમાં બેસીને પણ મતદાન કરવા માટે અચૂક પહોંચે છે આ ગામ એવું છે કે, જ્યાં વીજળી, રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આ ઉપરાંત પાણીની વચ્ચે રહેતા હોવ છતાં પણ લોકો માટે પીવાનું પાણી નથી ગ્રામજનો સરકાર પાસે અનેક માંગણીઓ કરી રહ્યા છે, છતાં મતદાન અચૂક કરે છે અને દરેક સરકારો પાસે અપેક્ષા રાખે છે, પણ એ ઠગારી નીકળે છે આજે મણીબેલી મતદાન મથકમાં 60 ટકા મતદાન થયું હતું