રાજકોટ:પાન-ફાકીના સેવનને કારણે મિત્રને કેન્સરથતાં એક યુવાને વ્યસન છોડાવવાની ઝુંબેશ હાથ ધરી છે જે પહેલ અંતર્ગત યુવાને રાજકોટમાં અનોખું'કેન્સર પાન હાઉસ' શરૂ કર્યું છે જોકે અનોખા પાન હાઉસમાં કોઈ તમાકુ - સોપારીવાળું પાન કે ફાકી ખાય તો તેમને જાગૃતિ અપાઈ છે કે 'આ વસ્તુ ખાવાથીતમને કેન્સર થઈ શકે છે'અને સાથે જ સ્વસ્થ્યને નુકસાન ન થાય તેવા અવનવી ફ્લેવરના પાન અને ફાકી ખાવાનું કહેવામા આવે છે રાજકોટના યુવાને
પાનની દુકાન ખોલી 20 વ્યક્તિને વ્યસન મુક્ત કર્યા છે 500 વ્યક્તિને વ્યસન મુક્ત કરવાનું સ્વપ્ન સેવીને બેસેલા યુવાનની ઝૂંબેશ કેટલી સફળ નીવડે છે તેતો સમય જ બતાવશે
કેન્સર જેવી ગંભીર બીમારી થીમ મારફતે દર્શાવી:શહેરના એરપોર્ટ રોડ પર 'કેન્સર પાન હાઉસ' આવેલું છે પાનની દુકાનના માલિક મોહિતભાઈ પોપટે જણાવ્યુ હતું કે અમારા ફ્રેન્ડ સર્કલમાં એક મિત્ર ભગીભાઈ જાદવ ફાકીના વ્યસનને લીધે 30 વર્ષની વયે 'કેન્સર' થયું છે જેથીઅન્ય મિત્રો બેઠા હતા ત્યારે 'કેન્સર' નાબૂદી માટે વ્યસન મુક્તિની ઝૂંબેશ શરૂ કરવાનો વિચાર આવ્યો મારો મૂળ વ્યવસાન ઓટો કન્સલ્ટન્ટનો હોવા છતાં વ્યસન મુક્તિની ઝૂંબેશ માટે પાનની દુકાન શરૂ કરવાનું નક્કી કર્યું અને નામ આપ્યું 'કેન્સર પાન હાઉસ' જેમાં હાડપિંજરના મુખોટા સીગરેટ પિતા હોય તેવી હોરર થીમ ઊભી કરવામાં આવી પાન, ફાકી કે સીગરેટને લીધે થતી કેન્સર સહિતની ગંભીર બીમારી આ થીમ મારફત બતાવવામાં આવી
અલગ અલગ ફ્લેવરના પાન અપાઈ છે:દુકાનમાં એક હથકળી પણ મૂકવામાં આવી જે સૂચવે છે કે પાન, ફાકી, સીગરેટ તમને વ્યસનના બંધનમાં બાંધી દે છે દુકાને આવતા તમામ લોકોને અમે જાગૃત કરીએ છીએ કે 'પાન, ફાકી અને સીગરેટ પીવાથી કેન્સર સહિતની ગંભીર બીમારી થાય છે અને આ વ્યસન જ તમારો જાવ લેશે જેથી આ બધુ છોડી દો' તમાકુ અને સોપારીવાળા પાન - ફાકીના બદલે ગ્રાહકોને અન્ય ઓપ્શન પણ આપવામાં આવે છે જેમાં કેસર, રોઝ, પાઈનેપલ, ગ્રીન ગોલ્ડ, સ્ટ્રોબેરી, રાતરાણી અને નવરત્ન જેવા અવનવી ફ્લેવરના પાન આપવામાં આવે છે મીઠી ફાકીમાં પણ મિન્ટ વિનાના મધના અલગ - અલગ ફ્લેવરના પાવડર નાખવામાં આવે છે
અત્યાર સુધીમાં 20 લોકોને વ્યસનમુક્ત કર્યાં:મોહિતભાઈએ વધુમાં જણાવ્યું કે છેલ્લા ચાર મહિનાથી અત્યાર સુધીમાં 20 લોકોને વ્યસનમુક્ત કર્યા છે પરંતુ 500થી વધુ લોકોને વ્યસન છોડાવવાનું મારુ સ્વપ્ન છે લોકો તમાકુ અને સોપારીની ફાકી-પાનનું વ્યસન છોડે તે માટેના મારા પ્રયાસમાં મોટાભાઈ સાગરભાઈ અને મિત્રો હિરેનભાઇ અને દુર્ગેશભાઈ સહિતનાએ સાથ આપ્યો હતો કેન્સર નાબૂદી માટેના યુવાનની આ ઝુંબેશમાં વધુમાં વધુ લોકો જોડાઈ અને વ્યસન છોડે તે અતિઆવશ્યક છે કારણકે વ્યસનને લીધે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની સાથે તેનો પરિવાર પણ ભાંગી પડે છે