ગત રવિવારે લંડનમાં યોજાયેલી 41 કિમીની મેરથન સ્પર્ધા સફળતાપૂર્વક પાર કરે તે પહેલાં જ એક સ્પર્ધક છેક ફિનિશ લાઈન પાસે જઈને ફસડાઈપડી હતી આ રીતે પટકાવાથી તેના ઘૂંટણે પણ ગંભીર ઈજા થઈ હતી છતાં પણ તે ઘસડાઈને ફિનિશ લાઈન સુધી પહોંચી હતી જો કે આ બધામાંસૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે હેલે કેર્થર નામની આ રનરે બીજા જ દિવસે પોતાની ફરજ પર હાજર થઈ ગઈ હતી જે વાત તેમણે તેમનાસોશિયલ મીડિયા અકાઉન્ટ પર જણાવતાં પોસ્ટ પણ લખી હતી કે મિત્રો, ચિંતા ના કરતા હું મારી ફરજ પર પણ હાજર થઈ ગઈ છું લોકોને પણતેમની આવી ફરજ નિષ્ઠા જોઈને નવાઈ લાગી હતી સાથે જ તેમણે હેલેના આવી જુસ્સાના પણ વખાણ કર્યા હતા તમને જણાવી દઈએ કે હેલેએક હોસ્પિટલમમાં કેન્સરના દર્દીઓની સારસંભાળ લેવાનું કામ કરે છે