ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2ની સ્ટારકાસ્ટ આજે અમદાવાદમાં હતી ફિલ્મના પ્રમોશન માટે આવેલા ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં સ્ટાર્સે પોતાના ગુજરાતી કનેક્શનની વાત પણ કરી હતી જ્યારે સવાલ પૂછાયો તેમની સ્ટૂડન્ટ લાઇફનો ત્યારે ટાઇગર શ્રોફે જણાવ્યુ હતુ કે તેમની સાથે ભણતી શ્રદ્ધા કપૂર પર તેમને ક્રશ હતો ટાઇગરના ઘરમાં થેપલા અને ઢોકળા જેવી ગુજરાતી ડિશ પણ બને છે તેવુ પણ આ સ્ટૂડન્ટે જણાવ્યું હતુ