પૂજારીએ 1915માં ચોરી હતી મૂર્તિ, 104 વર્ષે દિવાલમાંથી આ રીતે નીકળી

2019-04-29 1,917

તમિલનાડુના મદુરાઈમાં એક આશ્ચર્યજનક મામલો પ્રકાશમાં આવ્યો હતોજ્યાં મેલુરના એક મંદિરમાં 1915માં ચોરાયેલી એક મૂર્તિ દિવાલનીઅંદરથી હવે 104 વર્ષ બાદ હાથ લાગી છે એવું કહેવાય છે કે આ મૂર્તિ તે સમયના પૂજારી એવા કરુપ્પાસામીએ ચોરી હતી, બાદમાં તેને દુનિયાથીસંતાડવા માટે જ આ રીતે દિવાલમાં ચણી લીધી હતી તેમના પરિવારે આજે 104 વર્ષ બાદ આ મૂર્તિ બહાર નીકાળીને મંદિર પ્રશાસનને સોંપી દીધીહતી પોલીસ પણ આ વાત જાણીને ચમકી હતી કેમ કે આ આખી ઘટના પણ બ્રિટિશ શાસનકાળ સમયની હતી જેથી પોલીસે પણ આ મુદ્દેલેખિતમાં ફરિયાદ લઈને જ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગામલોકો અને પોલીસ માટે એક સમસ્યા બીજી પણ એ હતી કે કરુપ્પાસામીનું
એ ઘર હવે કોઈ અન્ય વ્યક્તિએ ખરીદ્યું લીધું હોવાથી તેમની રજા વગર દિવાલમાં પણ તોડફોડ કરી શકાય એમ નહોતી જો કે, બાદમાં એપરમિશન મળતાં પૂજારીના પૌત્રએ આપેલી માહિતી મુજબ જ દિવાલ તોડતાં જ તેમાંથી દોઢ ફૂટ લાંબી દ્રોપદી અમ્માની આ મૂર્તિ પણ મળી હતીપૂજારીના પૌત્ર એવા મુરુગેસનના કહ્યા મુજબ તેણે તેના પિતા અને દાદા એમ બંનેને આ દિવાલે આ પૂજા કરતા પણ જોયા હતા જો કે કેટલાકસમયથી તેના પરિવારમાં અનેક લોકોનાં કમોતે મૃત્યુ થવાથી તેણે આ દિવાલની અંદર રહેલી મૂર્તિનું રહસ્ય લોકો સમક્ષ મૂકીને તેને બહાર નીકાળીહતી મુરુગેસનની વાત સાંભળીને જ ગામના લોકોએ 700 વર્ષ પૌરાણિક એવી મૂર્તિને બહાર નીકાળવા તે ઘર તરફ દોટ મૂકી હતી આખાતમિલનાડુમાં આ ઘટનાએ લોકોમાં કૂતુહલ જગાડવાની સાથે જ દેવી પ્રત્યેની આસ્થામાં પણ વધારો કર્યો છે