પાણી બચાવોની અપીલ કરતી જાહેરાતો કે હોર્ડિંગ તો તમે જોયાં જ હશે, એક એક ટીંપાનું મહત્વ સમજાવવા માટે ઘણીવાર તેઓ ક્રિએટીવલિબર્ટી લઈને એક સ્ટ્રોંગ મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે જો કે એવું પણ કહેવાય છે કે ઘણીવાર વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધુ વિકરાળ કેવિકટ હોય છે આ વાતને સાબિત કરવા માટે આ વીડિયોથી વધુ જીવંત ઉદાહરણ કદાચ કોઈ જ ના હોઈ શકે જે પાણીના એક એક ટીંપા માટેની60 ફૂટ ઉંડા કૂવામાં ઉતરવાની તેમની વ્યથાનું વર્ણન કરે છે આ દૃશ્ય છે નાસિકના વૈતરણા ડેમથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલ બર્ડે ચી વાડીનું,સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયો સાથે એક ઈમોશનલ વાત પણ લખી છે, જેમાં કહ્યું છે કે જ્યાં મુંબઈમાં માથાદીઠ 100 થી 300
લીટર આસાનીથી મળે છે ત્યાં આ લોકો એટલા જ લીટર પાણી માટે સરેરાશ પંદર વખત આ કૂવામાં ઉતરીને એક બેડું પાણી ભરે છે પાણીમેળવવા માટેની આ જોખમી રીત અખત્યાર કરીને પણ તેઓ પોતાની તરસ છિપાવવા માટે મજબૂર છે નાસિક પાસેના આ આદિવાસી વિસ્તારનીપાણી માટેની આ જદ્દોજિહાદ એ દરેક માટે આંખો ખોલી દેનારી છે જેઓ પાણીનો વપરાશ નહીં પણ વેડફાટ કરે છે