યુપીના અમેઠીથી ચૂંટણી લડી રહેલા સ્મૃતિ ઈરાનીનો ચૂંટણીટાણે ફાયરબ્રિગેડ અવતાર જોવા મળ્યો હતો અમેઠીના મુંશીગંજના પશ્ચિમ દુઆરા ગામમાં આગ લાગવાની જાણ મળતાં જ ઈરાની ચૂંટણીપ્રચાર છોડી ગામ તરફ જવા રવાના થયા હતા અહીં સ્થિતિનો ખ્યાલ મેળવી સમય ગુમાવ્યા વગર જ તેમણે જાતે મોરચો સંભાળ્યો હતો અને ડંકીથી પાણી સીંચી ગામ લોકોને આગ ઠારવા જણાવ્યું હતુ